ફુગાવાના ભયથી અમેરીકાની યુએસ સેન્ટ્રલ બેંકે વ્યાજદર યથાવત રાખ્યા
ન્યુયોર્ક,તા.૨૯:
યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે, ઓક્ટોબરની નાણાકીય નીતિ બેઠકમાં વ્યાજ દરો ૩.૭૫ થી ૪ ટકાની રેન્જમાં જાળવી રાખ્યા હતા. ફેડે આ ર્નિણય એવા સમયે લીધો છે જ્યારે યુએસમાં ફુગાવો ચિતાનો વિષય છે. સેન્ટ્રલ બેંકે સંકેત આપ્યો છે કે તે આગામી વ્યાજ દરમાં ફેરફાર કરતા પહેલા નવા ફુગાવા અને રોજગાર ડેટા પર નજર રાખશે. ફેડરલ ઓપન માર્કેટ કમિટીના ૧૨ સભ્યોમાંથી દસ સભ્યોએ વ્યાજ દરો સ્થિર રાખવા માટે મતદાન કર્યું હતું, જ્યારે બે સભ્યો ૦.૨૫ ટકાનો વધારો ઇચ્છતા હતા.
સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં ૦.૨૫ ટકાના વધારા પછી, ઓક્ટોબરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. ફેડે યુએસ અર્થતંત્રને પહેલા કરતા વધુ મજબૂત ગણાવ્યું હતું. જોકે, ફુગાવાને બે ટકાના લક્ષ્ય સુધી લાવવો એક મોટો પડકાર છે.


