ગ્રેટર નોઈડામાં આવેલી પંજાબ નેશનલ બેંકમાંથી રૂા.૩પ કરોડ ગાયબ

ગ્રેટર નોઈડામાં આવેલી પંજાબ નેશનલ બેંકમાંથી રૂા.૩પ કરોડ ગાયબ

નોઇડા તા.૨૯:
ગ્રેટર નોઈડામાં પંજાબ નેશનલ બેંક (PNB)ની એક શાખામાં ખાતાધારકોના કરોડો રૂપિયાની કથિત ઉચાપતનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આશરે ૩૫ કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. આ મામલો સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં ગ્રાહકો બેંકમાં પહોંચ્યા છે.
ગ્રાહકોનો આરોપ છે કે તેમની જાણકારી વિના FD બંધ કરી દેવામાં આવી અને ખાતામાંથી પૈસા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. અનેક લોકોએ પોતાની જમા મૂડી પરત અપાવવાની માગ કરી છે. બીજી તરફ, બેંક દ્વારા ગ્રાહકોને તેમની રકમ પરત મળવાનો ભરોસો આપવામાં આવી રહ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.