૧ નવેમ્બરે દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની રેલીને કોકરોચ જનતા પાર્ટીએ સમર્થન જાહેર કર્યું
નવી દિલ્હી, તા. ૨૯
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ આગામી તા.૧ નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની રેલીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. CJPએ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR)ને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેમજ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે. આ સમર્થન એવા સમયે સામે આવ્યું છે જ્યારે SIR ની પ્રક્રિયાને લઈને વિપક્ષી દળો અને ભાજપ વચ્ચે રાજકીય ઘર્ષણ ચાલી રહ્યું છે.
CJPએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે અવાજ ઉઠાવતા તમામ સંગઠનો સાથે ઊભા રહીશું અને ઈન્ડિયા ગઠબંધનની ૧ નવેમ્બરે યોજાનારી રેલીનું સમર્થન કરીએ છીએ. બંધારણે દરેક પુખ્ત નાગરિકને વોટ આપવાનો અધિકાર આપ્યો છે અને કોઈ પણ પાત્ર મતદાર આ અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્વિત કરવું જરૂરી છે.‘
આ સાથે પાર્ટીએ પોતાના સંદેશમાં ‘જ્ઞાનેશ કુમારે જવું જ પડશે‘નો નારો આપીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી છે. SIR અંગે પાર્ટીએ નિવેદન આપ્યું છે કે, ‘મતદારયાદીના સ્પેશિયલ સમરી રિવિઝનને કારણે પાત્ર મતદારોના નામો હટાવવા અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. વોટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવાના બદલે લોકોમાં મતાધિકારથી વંચિત રહી જવાનો ભય વધી રહ્યો છે.


