શ્રી કષ્ટભંજનદેવ દાદાને ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો

શ્રી કષ્ટભંજનદેવ દાદાને ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૯
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.૨૯-૧૦-૨૦૨૬ને ગુરૂવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને આકર્ષક વાઘા અને ઘારીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે ૫:૪૫ કલાકે  આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કારવમાં આવ્યું હતું. આ દર્શન અને મહાપ્રસાદનો અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો.