અમેરીકામાં આગામી ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં હાર ભાળી ગયેલા ટ્રમ્પે ધમકી આપી : ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશું

અમેરીકામાં આગામી ૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણીમાં હાર ભાળી ગયેલા ટ્રમ્પે ધમકી આપી : ઈમાનદારીથી ચૂંટણી થશે તો જ પરિણામ સ્વીકારીશું

વોશિંગ્ટન  તા.ર૮
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી મિડટર્મ ચૂંટણીનાં પરિણામો સ્વીકારવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ચૂંટણી ઈમાનદારીથી યોજાશે તો તેઓ પરિણામોનું સન્માન કરશે.
આગામી તા.૩ નવેમ્બરે યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનાં બંને ગૃહોમાં કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે તે નક્કી થશે.
મંગળવારે, ૨૭ ઑક્ટોબરે ટેક્સાસના ચૂંટણી પ્રચાર માટે રવાના થતાં પહેલાં એરફોર્સ વન વિમાનમાં ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો ચૂંટણી ઈમાનદારીથી યોજાશે તો તેઓ મિડટર્મ ચૂંટણીનાં પરિણામો સ્વીકારશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે.
જ્યારે રિપબ્લિકન પાર્ટી અનેક રાજ્યોમાં ચૂંટણીના પડકારોનો સામનો કરી રહી છે. પાર્ટીના કેટલાક વ્યૂહરચનાકારોને પણ વિવિધ રાજ્યોમાં ઉમેદવારોની જીતની સંભાવનાઓ અંગે ચિંતા છે.