યુએઈના સૌથી મોટા સન્માનોમાંથી એક ‘ઝાયેદ II- ફર્સ્ટ ક્લાસ‘થી કેપ્ટન સ્મિત મચ્છરનું બહુમાન કરાયું

યુએઈના સૌથી મોટા સન્માનોમાંથી એક ‘ઝાયેદ II- ફર્સ્ટ ક્લાસ‘થી કેપ્ટન સ્મિત મચ્છરનું બહુમાન કરાયું

અબુ ધાબી તા.ર૮
યુએઈએ ભારતીય પાયલટ સ્મિત મચ્છરને મંગળવારે પોતાના સૌથી મોટા સન્માનોમાંના એક ‘ઝાયેદ II- ફર્સ્ટ ક્લાસ‘થી સન્માનિત કર્યા છે. આ દરમ્યાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને કેપ્ટન મચ્છરને ભેટ્યાં. ફ્લાયદુબઈ ફ્લાઇટના પાયલટ મચ્છરે ૩૦ સપ્ટેમ્બરના રોજ વિમાનને ક્રેશ કરાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ વિમાન દુબઈથી તેલ અવીવ જઈ રહ્યું હતું. આ દરમિયાન સહ-પાયલટે તેમના પર હુમલો કર્યો હતો. રાષ્ટ્રપતિ બિન ઝાયદે મંગળવારે ફ્લાઇટના ક્રૂના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન UAEના ઉપપ્રમુખ, વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ પણ હાજર હતા.
UAEના નેતાઓએ કેપ્ટન મચ્છર અને ક્રૂના સભ્યોની હિંમત તથા જવાબદારીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્રૂએ મુસાફરોની સુરક્ષાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું.