અમેરીકી સંસદના ઉપલા ગૃહ સેનેટમાં પણ ઈરાન યુધ્ધ વિરૂધ્ધ ઠરાવ પસાર : ટ્રમ્પને વધુ એક ફટકો
વોશિંગ્ટન તા.24
અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટે ઈરાન યુદ્ધ વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો છે. 50 વિરૂધ્ધ 48 મતોથી મંજૂર થયેલા આ પ્રસ્તાવમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી રોકવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં પણ આ પ્રસ્તાવને મંજૂરી મળી ચૂકી છે.
1973ના વોર પાવર્સ એક્ટ પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે અમેરિકી કોંગ્રેસના બંને ગૃહોએ કોઈ રાષ્ટ્રપતિ પાસેથી યુદ્ધ જેવી કાર્યવાહી સમાપ્ત કરવાની માગ કરી છે. મતદાન દરમિયાન ચાર રિપબ્લિકન સાંસદોએ પણ ડેમોક્રેટ્સનો સાથ આપ્યો, જેનાથી ટ્રમ્પની પોતાની જ પાર્ટીની અંદર વધતી બળવાખોરી પણ સામે આવી.
જોકે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે આ પ્રસ્તાવની કોઈ કાનૂની અસર નહીં થાય અને અમેરિકી સૈન્ય કાર્યવાહી પહેલાથી જ સમાપ્ત થઈ ચૂકી છે.
આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ેંછઈ, બહેરીન અને કુવૈતની મુલાકાતે પહોંચ્યા છે. તેમનો હેતુ અમેરિકા-ઈરાન કરારને લઈને ખાડી દેશોની ચિંતાઓને દૂર કરવાનો છે. આ દેશોને આશંકા છે કે કરારથી હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો પ્રભાવ વધી શકે છે. સાથે જ કરારમાં ઈરાનના મિસાઈલ કાર્યક્રમ પર કોઈ સ્પષ્ટ શરત નહીં હોવાથી પણ સવાલો ઉઠી રહ્યા છે.


