જાપાનમાં મહિલા વડાપ્રધાન તાકાઈચીનીના એલડીપી પક્ષનો પ્રચંડ વિજય : ઈતિહાસ રચ્યો : વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા
(એજન્સી) ટોક્યો તા.૦૯
જાપાનમાં ગઈકાલે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન સાને તકાઈચીની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (ન્ડ્ઢઁ) એ ભવ્ય વિજય મેળવ્યો છે.
દ્ગૐદ્ભ વર્લ્ડના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ન્ડ્ઢઁ એ ૪૬૫ માંથી ૩૧૦થી વધુ બેઠકો પર જીત મેળવી છે, જે બહુમતી માટે જરૂરી ૨૩૩ બેઠકો કરતાં ઘણી વધારે છે.
તકાઈચીની જીત પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ઠ પર પોસ્ટ કરીને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા કુશળ નેતૃત્વ હેઠળ આપણે ભારત-જાપાન મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.
ન્ડ્ઢઁ ના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સહયોગી જાપાન ઇનોવેશન પાર્ટી સાથે મળીને ૩૬૬ બેઠકો જીતી શકે છે. ગઠબંધનને ૩૧૦ બેઠકો મળતા જ ઉપલા ગૃહમાં વિપક્ષના નિયંત્રણ છતાં કાયદા પસાર કરવાની સત્તા મળી જશે.


