‘અર્નબ’ વાવાઝોડુ ગત મોડીરાત્રે આંધ્રપ્રદેશના દરિયા કિનારે અથડાયું

૧૩પ કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે ભારે વરસાદ : પ૦ ટ્રેન, ર૧ ફલાઈટ રદ્દ : અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઈ, વિજળી ગુલ, જનજીવન ઠપ્પ

‘અર્નબ’ વાવાઝોડુ ગત મોડીરાત્રે આંધ્રપ્રદેશના દરિયા કિનારે અથડાયું

વિશાખાપટ્ટનમ તા.ર૮
બંગાળની ખાડીમાંથી ઉઠેલું વાવાઝોડું ‘અર્નબ’ વાવાઝોડું ગત મોડી રાત્રે ૩:૩૦ વાગ્યે આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટક્યું હતું. અહીં ૧૨૫થી ૧૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે ૫૦ ટ્રેનો અને વિજયવાડા-વિશાખાપટ્ટનમ એરપોર્ટની ૨૧ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં ૪,૦૦૦ ચક્રવાતી આશ્રયસ્થાનો (સાઇક્લોન શેલ્ટર) બનાવવામાં આવ્યા છે. ઓડિશામાં ભારે વરસાદને કારણે ૧૬ જિલ્લાઓમાં શાળા-કોલેજાે બંધ છે. અહીં ૩૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમમાં ૧૮ કલાકમાં ૨૦૦ મિમીથી વધુ વરસાદ નોંધાયો. આ જુલાઈમાં થનારા સરેરાશ વરસાદના દોઢ ગણાથી વધુ છે.