રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નક્સલ પ્રભાવિત વિસ્તારોના પ્રતિનિધિશ્રીઓએ સોમનાથ અને તેની આસપાસના ઐતિહાસિક અને ધામિર્ક સ્થળોની મુલાકાત લીધી

સોમનાથ મંદિર, સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવગાથા અને દરિયાકાંઠાની ઐતિહાસિક ધરોહરથી પ્રવાસીઓ પ્રભાવિત થયા : સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર અને દરિયા કિનારે આવેલા વોક-વેની મુલાકાતથી મુલાકાતીઓ ગદગદિત

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નક્સલ પ્રભાવિત વિસ્તારોના પ્રતિનિધિશ્રીઓએ સોમનાથ અને તેની આસપાસના ઐતિહાસિક અને ધામિર્ક સ્થળોની મુલાકાત લીધી

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.ર૯
આગામી તા.૩૧ઓક્ટોબરના રોજ સમગ્ર રાષ્ટ્રમાં લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસની ઉજવણી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે કરવામાં આવનાર છે. આ ઉજવણીના ભાગરૂપે નક્સલ પ્રભાવિત વિસ્તારોનું પ્રતિનિધિમંડળ આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પધાર્યું હતું. આ પ્રતિનિધિમંડળે ગીર સોમનાથ જિલ્લાના ઐતિહાસિક અને આધ્યાત્મિક નગર સોમનાથ તેમજ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર, આધ્યાત્મિક પરંપરા અને ઐતિહાસિક ગૌરવનો પરિચય આ સ્થળોની મુલાકાત દ્વારા મેળવ્યો હતો. તેઓ સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર અને દરિયા કિનારે આવેલા વોક-વે સહિતના સ્થળોની મુલાકાતથી પ્રભાવિત થયા હતાં. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારોના નાગરિકોને દેશના ઐતિહાસિક વારસા, રાષ્ટ્રીય અસ્મિતા અને એકતાના મૂલ્યો સાથે જોડવાનો હતો. સોમનાથની મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ વિશ્વવિખ્યાત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરની ભવ્ય સ્થાપત્યકલા, ધામિર્ક મહત્ત્વ અને સંઘર્ષો બાદ પણ અડિખમ રહેલી ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાથી તેઓ પરિચિત થયા હતા. પ્રવાસીઓએ સોમનાથના ઐતિહાસિક મહત્ત્વ અને ભારતની આધ્યાત્મિક પરંપરામાં તેના વિશિષ્ટ સ્થાન વિશે પણ જાણકારી મેળવી હતી. સોમનાથના પવિત્ર દરિયાકિનારે પ્રવાસીઓએ પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમનો અનુભવ કર્યો હતો. આ મુલાકાત દ્વારા તેમને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, ધામિર્ક પરંપરાઓ અને ઐતિહાસિક ધરોહરને નજીકથી જાણવાની તક મળી હતી. સોમનાથની આ મુલાકાત રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને રાષ્ટ્ર પ્રત્યેના ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ બની રહી હતી. દેશના વિવિધ પ્રદેશોમાંથી આવેલા નાગરિકો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા તથા તેમને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી તા.૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય પર્વના ભાગરૂપે દેશભરમાં વિવિધ જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશની વિવિધતામાં એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.