ગુજરાત એસટીમાં મેગા ભરતી, 6 જૂનથી ઓનલાઈન અરજી શરૂ
ગાંધીનગર તા.5
રાજ્યના યુવાનો માટે સરકારી નોકરીની મોટી તક સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની કુલ 8,917 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી હેઠળ 4,318 કંડક્ટર અને 4,599 ડ્રાઈવરની જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી દર મહિને 26 હજાર રૂપિયાનો ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.
કંડક્ટર પદ માટે ધોરણ-12 પાસ સાથે માન્ય કંડક્ટર લાયસન્સ ફરજિયાત રાખવામાં આવ્યું છે, જ્યારે ડ્રાઈવર પદ માટે ધોરણ-12 પાસ, હેવી વાહન ચલાવવાનું લાયસન્સ અને નિર્ધારિત અનુભવ જરૂરી રહેશે.
ઉમેદવારોને અરજી કરતી વખતે ફોટોગ્રાફ અને સહી નિર્ધારિત માપદંડ મુજબ અપલોડ કરવાની રહેશે. ભરતી સંબંધિત તમામ માહિતી અને સૂચનાઓ નિગમની સત્તાવાર વેબસાઈટ gsrtc.in તથા ojas.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.
રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા ભરતીની જાહેરાત અને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવી છે


