જૂનાગઢ જિલ્લાની ૪પ૦ ગ્રામ પંચાયતોની દીવાળીનાં તહેવારો બાદ ચુંટણી

સરપંચ પદનું રોેટેશન જાહેર થતા જ સ્થાનીક સ્વરાજયની ચુંટણી માટે રાજકીય ધમધમાટ

જૂનાગઢ જિલ્લાની ૪પ૦ ગ્રામ પંચાયતોની દીવાળીનાં તહેવારો બાદ ચુંટણી

જૂનાગઢ તા.૨૯
જૂનાગઢ જિલ્લાની ૯ તાલુકાની ૪પ૦ ગ્રામ પંચાયતોની ચુંટણી દીવાળી બાદ યોજવા તંત્રએ કમર કસી છે. આ ચુંટણીને ધ્યાનમાં રાખી ચુંટણી અધિકારી દ્વારા સરપંચ પદ માટેનું અનામત બેઠકનું રોટેશન  જાહેર કરવામાં આવતાજ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. અત્રે નોંધનીય છે કે, ઘણા સમય થયા ગુજરાત વિધાનસભા ર૦ર૭ની ચુંટણી યોજવા મુખ્ય ચુંટણીપંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે જ વિધાનસભાની ચુંટણી માટેની તૈયારી રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. રાજકીય નિષ્ણાંતોે વિધાનસભા મતક્ષેત્રનું સર્વાંગી નિરીક્ષણ, મતદારોની સંખ્યા તેમજ કઈ જ્ઞાતીના મતદારો વિધાનસભા ક્ષેત્રમાં છે ઉપરાંત જે તે વિસ્તારમાં મતદારોનો ઝોક, જે તે પક્ષના નેતા, કાર્યકર્તાની કામ કરવાની પધ્ધતિ અને તેના વર્ચસ્વ સહીતની તમામ બાબતોનું ગણિત માંડી ગુજરાત વિધાનસભાની આગામી યોજાનારી ચુંટણી માટે સંભવિત ઉમેદવારોની યાદીઓ પણ તૈયાર થઈ રહી છે. જાે કે ફાઈનલ ચિત્ર તો ચુંટણી  જાહેર થાય અને ઉમેદવારી પત્રક ભરવાના આગલા દિવસે રાજકીય પક્ષો ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા રહયા છે અને ગત ચુંટણીમાં પણ એવું જ બન્યું હતું. દરમ્યાન ગુજરાત વિધાનસભા ર૦ર૭ની ચુંટણી નવા વર્ષમાં યોજવામાં આવનાર છે. પરંતુ વિધાનસભાની ચુંટણીઓ પહેલા જ ગ્રામ પંચાયતની ચુુંટણી ખાસ કરીને દીવાળી બાદ યોજાશે અને જેના માટે ચુંટણી અધિકારી દ્વારા રોટેશન જાહેર કર્યુ છે. જેમાં સરપંચ પદ માટેના ઉમેદવારોની અનામત બેઠકનું રોટેશન જાહેર કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાનાં ૯ તાલુકાની ૪પ૦ ગ્રામ પંચાયતનાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર થતા સોરઠમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સોરઠમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
આ અંગે મળતી વિગત અનુસાર ગ્રામ પંચાયતની ચુંટણી ધમધમાટ શરૂ થયો હોય તેમ ચુંટણી તંત્રએ ગતિવિધીઓ શરૂ કરી છે. ૪પ૦ ગ્રામ પંચાયતોની મુદત પુર્ણ થતી હોય જેથી ચુંટણી અધિકારી દ્વારા અનુસુચીત જાતિ, અનુસુચીત આદિજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, બિનઅનામત સામાન્ય વર્ગ, વિવિધ કેટેગરીઓ મુજબ સરપંચનાં હોદાઓ માટે રોટેશન જાહેર કરાયું છે. ચુંટણી આયોગના નિયમ મુજબ પ૦ ટકા મહિલા અનામત તથા ર૭ ટકા સામાજીક શૈક્ષણિક પછાત અનામત મુજબ નવ તાલુકાઓની ગ્રામ પંચાયતોની રોટેશન મુજબની યાદી જાહેર કરવામાં આવી છે. જાહેર થયેલ કેટેગરીમાં સૌથી વધુ સામાન્ય વર્ગની બેઠકો સમાવિષ્ટ છે. આ ગામોમાં ચુંટણીમાં કોણ ઉમેદવારી કરશે તે અંગે સસ્પેન્સ રહેશે તેમ મનાઈ છે.
જૂનાગઢ જિલ્લામાં ૯ તાલુકા પંચાયતોની ચુંટણીની સ્થિતી આ પ્રમાણે છે. જૂનાગઢમાં પ૮ ગ્રામ પંચાયત, વંથલી-૪૪, માણાવદર-૪૮, વિસાવદર-૭૪, ભેંસાણ -૩૭, મેંદરડા-૪૧, માળીયા હાટીના-૬૪, કેશોદ-૩૯, માંગરોળ-૪પ એમ કુલ ૯ તાલુકામાં ૪પ૦ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે.  જેમાં ૯ તાલુકામાં ૪ર૩ ગ્રામ પંચાયત સામાન્ય, એક મધ્યસત્ર અને ર૬ પંચાયતોમાં પેટાચુંટણી યોજાશે. વિસાવદર પંથકમાં ૭૪ ગ્રામ પંચાયતોમાં ચુંટણી થનાર છે. રોટેશન મુજબ સૌથી વધુ ૩૭ ગ્રામ પંચાયતોમાં મહિલાઓ ચુંટણી જંગમાં ઝંપલાવશે તેમ મનાઈ છે. કેટેગરી જાહેર થયા બાદ હવે સ્થાનીક સમીકરણો અને ઉમેદવારોની પસંદગી માટે ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટણીની તૈયારીઓ માટે બેઠકોનો ધમધમાટ રહેશે. જાે કે ગ્રામ પંચાયતની ચુંટણી કોઈપણ રાજકીય પક્ષના ચિન્હ કે ઓળખ વગર યોજાઈ છે. તેમ છતાં પંચાયત સમરસ કરવા રાજકીય પક્ષો પણ મથામણ કરતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં પકડ મેળવવા રાજકીય આગેવાનોની પણ અવરજવર રહેશે. જૂનાગઢ જિલ્લાની સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓ અંગે રોટેશન મુજબની યાદી જાહેર થતાજ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. દીવાળી બાદ આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીની ગતિવિધી જાેર પકડશે. જાે કે ગ્રામ પંચાયતોની ચુંટણીને નજર સમક્ષ રાખી સ્થાનીક કક્ષાએ હાથ અજમાવવા અને ગ્રામ્ય સ્તરેથી રાજકારણમાં ઝંપલાવવા ખાસ કરીને યુવા વર્ગમાં પણ થનગનાટ અને ઉત્સાહ જાેવા મળે છે.
એક તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ગુજરાત અને કેન્દ્રમાં પણ ભાજપએ ઉમદા દેખાવ સાથે શાસનધુરા સંભાળી છે તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપરાંત વિવિધ તાલુકા પંચાયતોમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણી ભલે પક્ષીય રીતે ન લડાતી હોય પરંતુ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર અથવા તો વિવિધ રાજકીય પક્ષો પ્રેરીત પેનલો બનાવી અને ચુંટણી લડાતી હોય છે. તેમજ અપક્ષ ઉમેદવારો પણ ચુંટણી જંગમાં ઝંપલાવતા હોય છે જેને  લઈને જૂનાગઢ જિલ્લાનાં ૯ તાલુકાની ૪પ૦ ગ્રામ પંચાયતોની ચુંટણી ભારે રસાકસી ભરી રહે તેવી ધારણા છે.