નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળતા ટ્રમ્પની કમાન છટકી !! નોર્વેને ગાળો ભાંડી
વોશિંગ્ટન તા.૨૬
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા અંગે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે. નોર્વેને ગાળો આપતાં ટ્રમ્પે કહ્યું કે હવે તેઓ ત્યાંના લોકોને અમેરિકામાં આવવા દેશે નહીં. રવિવારે મિશિગનના પોર્ટ હ્યુરોનમાં યોજાયેલી એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે આ વાત કહી હતી.
આ પહેલાં ટ્રમ્પ હૈતી અને સોમાલિયા જેવા દેશો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યા છે. હાલમાં તેમણે લિબિયા માટે પણ આવા જ શબ્દો કહ્યા હતા, જેના પર ત્યાંની સરકારે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરતા આવ્યા છે કે તેમણે દુનિયામાં શાંતિ માટે અનેક મોટાં કામ કર્યાં છે અને તેથી તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈતો હતો. ટ્રમ્પે રેલીમાં કહ્યું કે તેમણે ૮ યુદ્ધો બંધ કરાવ્યાં છે અને ઈરાન ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પણ શાંતિ માટે આગળ કામ કરવાની વાત કરી.


