મધ્ય-પૂર્વમાં ઘેરાય રહેલા યુધ્ધના વાદળો : હોર્મુઝ જળમાર્ગ બંધ કરવા અમેરીકી નૌકાદળ દ્વારા કાર્યવાહી

મધ્ય-પૂર્વમાં ઘેરાય રહેલા યુધ્ધના વાદળો : હોર્મુઝ જળમાર્ગ બંધ કરવા અમેરીકી નૌકાદળ દ્વારા કાર્યવાહી

વોશિંગ્ટન તા.૧૩
અમેરિકા આજથી હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લાગુ કરવા જઈ રહ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર ભારતીય સમય અનુસાર આજે સાંજે 7:30 વાગ્યાથી ઈરાનના બંદરો તરફ આવતા-જતા જહાજોને રોકવામાં આવશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નાકાબંધીનો હેતુ ઈરાનનું તેલ વેચાણ રોકવાનો છે. ટ્રમ્પ અનુસાર અન્ય ઘણા દેશો પણ આ પ્રયાસમાં અમેરિકાનો સાથ આપી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય તાકાતને ભારે નુકસાન થયું છે અને તેમનું નૌકાદળ લગભગ ખતમ થઈ ગયું છે. તેમણે કહ્યું કે 158 જહાજો તબાહ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં થયેલી વાટાઘાટો નિષ્ફળ થયા પછી અમેરિકા ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે બધા વિકલ્પો ખુલ્લા છે અને પરિસ્થિતિ અનુસાર આગળનો ર્નિણય લેવામાં આવશે.