સોનાનો ગરબો શીરે.. અંબે માં ચાલો ધીરે ધીરે.. જાેષીપરાનાં આદર્શનગર-રમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરનાં જાેષીપરામાં આવેલ આદર્શનગર-ર રામજી મંદિર વિસ્તારમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે પરંપરાગત પ્રાચીન ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરંપરાગત વસ્ત્રોમાં સજજ બાળાઓ પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવતી જાેવા મળી હતી. સંસ્કૃતિ અને ભકિતનાં આ અનોખા સંગમરૂપ નયનરમ્ય દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. નવરાત્રી દરમ્યાન ભુવા રાસ, ઈંઢોણી રાસ વગેેરે રાસ દ્વારા બાળાઓ ગરમે રમે છે.
નવરાત્રીનાં ૧૦ દિવસ પહેલા બાળાઓને કાજલબેન મકવાણા, ધારાબેન અંકલેશ્વરીયા, જાનવીબેન ખેર, તનીસાબેન કટારીયા વગેરે દ્વારા પ્રેકટીસ કરાવવામાં આવે છે.
નવરાત્રી દરમ્યાન બાળાઓને લ્હાણીનું પણ વિતરણ કરવામાં આવે છે.નવદુર્ગા ગરબી મંડળને ૬ વર્ષ પૂર્ણ થયા છે. સાથે રામધુન મંડળ દ્વારા પણ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.


