ટ્રમ્પની ધમકીથી શેરબજારમાં કડાકો  સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનું ગાબડું

ટ્રમ્પની ધમકીથી શેરબજારમાં કડાકો  સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનું ગાબડું

મુંબઈ તા.૧૩
ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં ચાલેલી 21 કલાકની લાંબી વાતચીત કોઈ સમજૂતી વિના સમાપ્ત થઈ ગઈ. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે તેઓ કોઈ ડીલ વિના પાછા ફરી રહ્યા છે. તેની સીધી અસર દુનિયાભરના બજારો પર દેખાઈ રહી છે. આજેની સવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું. સપ્તાહના પહેલા જ દિવસે બજારમાં હાહાકાર મચી ગયો છે અને સેન્સેક્સ-નિફ્ટી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થવા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની બંદરોની નાકાબંધીની ધમકી બાદ વૈશ્વિક બજારમાં ભારે ભયનો માહોલ છે. અમેરિકા-ઈરાન યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક થયેલા વધારાથી શેરબજાર ફરી એકવાર ઠપ્પ થઈ ગયું છે. ભારતીય શેરબજાર ગયા સપ્તાહના ઉછાળાને સ્થગિત કરી દીધું છે, સોમવારે ખુલતાની સાથે જ તૂટી પડ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં પ્રારંભે 1,600 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સમાં લગભગ 500 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જયારે 12.30 કલાકે 1000 પોઈન્ટનું ગાબડુ દર્શાવતું હતું.