કાળા બજારમાં એલપીજી સિલીન્ડરનો ભાવ રૂા.૧પ૦૦

કાળા બજારમાં એલપીજી સિલીન્ડરનો ભાવ રૂા.૧પ૦૦

(એજન્સી)  નવી દિલ્હી તા.૧૦:
ઇરાન યુદ્ધના કારણે દેશમાં ગેસના સિલિન્ડરોના કાળાબજાર થવા લાગ્યા છે. રમઝાન ચાલુ છે ત્યારે કેટલાક સ્થળોએ જરૂરિયાતના કારણે રાંધણ ગેસના સિલિન્ડર રૂ. ૧,૫૦૦માં ખરીદવાની ફરજ પડી છે. સરકારે સિલિન્ડરોના કાળા બજાર ડામવા બૂકિગના નિયમોમાં ફેરફાર કર્યો છે. એક સિલિન્ડરવાળા ૨૧ના બદલે ૨૫ અને બે સિલિન્ડરવાળા ૨૫ના બદલે ૩૦ દિવસે બૂકિગ કરાવી શકશે. દેશના કેટલાય શહેરોમાં રાંધણગેસના પુરવઠાને લઈને લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. કેટલાય શહેરો અને કસબાઓમાં ગેસના બાટલા માટે લાંબીલાંબી લાઇન જોવા મળી રહી છે. લોકો ખાલી સિલિન્ડરો સાથે એજન્સીઓની બહાર ઊભેલા જોવા મળી રહ્યા છે. જો કે સરકાર અને ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ગેસના સિલિન્ડરોની કોઈ કટોકટી નથી. હાલમાં જોવા મળતી સ્થિતિનું મુખ્ય કારણ ગભરાટમાં કરવામાં આવતું બૂકિગ અને સ્થાનિક સ્તરે પુરવઠા અંગેની સમસ્યા છે.