ભારતીય મેજરની પત્નીએ દેશ સાથે ગદ્દારી કરી હોવાના ગંભીર આક્ષેપો : ફોનમાંથી સંવેદનશીલ દસ્તાવેજાે મળી આવ્યા

ભારતીય મેજરની પત્નીએ દેશ સાથે ગદ્દારી કરી હોવાના ગંભીર આક્ષેપો : ફોનમાંથી સંવેદનશીલ દસ્તાવેજાે મળી આવ્યા

(એજન્સી)  નવી દિલ્હી તા.૧૯:
જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાના મેજર રેન્કના અધિકારીની પત્ની સામે જાસૂસીના ગંભીર આરોપો લાગ્યા છે. મેજરની પત્ની પર ચીની ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો સાથે સંપર્કમાં રહીને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાેડાયેલી સંવેદનશીલ માહિતી શેર કરવાનો આરોપ છે. આ મામલે પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ એજન્સીઓ મહિલા પાસેથી પૂછપરછ કરી રહી છે. જાેકે, હજુ સુધી મહિલાની ધરપકડ કરવામાં આવી નથી અને તેના પર લાગેલા આરોપો પણ સાબિત થયા નથી.
અહેવાલો અનુસાર, મહિલાના મોબાઇલ ફોનમાંથી વિવિધ સુરક્ષાસંબંધિત વિષયો પર તૈયાર કરાયેલા સંશોધન દસ્તાવેજાે મળી આવ્યા છે. તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ દસ્તાવેજાે માત્ર જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા કે પછી તેમાં ગુપ્ત સરકારી વિગતોનો પણ સમાવેશ થતો હતો ?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાના ફોનમાંથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા, અરુણાચલ પ્રદેશમાં માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સ અને ડ્રોનની તહેનાતી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર તૈયાર કરાયેલા દસ્તાવેજાે મળી આવ્યા છે.