જૂનાગઢમાં ધ રોયલ કલબ આયોજીત થનગનાટ નવરાત્રી મહોત્સવમાં સૌરાષ્ટ્ર ભૂમિનાં તંત્રી અભિજીત ઉપાધ્યાય અને મહાસાગર ટ્રાવેલ્સનાં એમડી કાળુભાઈ સુખવાણી પરીવાર સાથે ઉપસ્થિત રહી આરતીનો લ્હાવો લીધો

જૂનાગઢમાં ધ રોયલ કલબ આયોજીત થનગનાટ નવરાત્રી મહોત્સવમાં સૌરાષ્ટ્ર ભૂમિનાં તંત્રી અભિજીત ઉપાધ્યાય અને મહાસાગર ટ્રાવેલ્સનાં એમડી કાળુભાઈ સુખવાણી પરીવાર સાથે ઉપસ્થિત રહી આરતીનો લ્હાવો લીધો

જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ શહેરમાં નવરાત્રી મહોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન, અર્વાચીન દાંડીયા રાસની જમાવટ થઈ છે. 
નવરાત્રી મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે. અને આવતીકાલે વિજયા દશમી પર્વ પણ મનાવવામાં આવશે. નવરાત્રીની ઉજવણી અંતર્ગત પાર્ટી પ્લોટોમાં પણ ભવ્ય રાસોત્સવનાં આયોજનો કરવામાં આવ્યા છે. અને લોકોએ પણ મન ભરીને આ રાસોત્સવને માણ્યા છે. તેમજ ખેલૈયાઓ પણ મન મુકીને આ રાસોત્સવમાં જુમી ઉઠયા હતાં. દરમ્યાન જૂનાગઢનાં બાયપાસ રોડ પર આવેલ ધ રોયલ કલબ આયોજીત થનગનાટ નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. અને ભવ્ય દાંડીયા રાસનાં કાર્યક્રમો યોજવામાં આવે છે.
 આ દરમ્યાન શનિવારે આયોજકોનાં આમંત્રણને માન આપીને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં તંત્રી અભિજીત ઉપાધ્યાય, તેમનાં ધર્મપત્ની ડો. નિષ્ઠા ઉપાધ્યાય, પુત્રી આરના ઉપાધ્યાય તેમજ રિધ્ધીબેન કુશલભાઈ પારેખ તેમજ આદિત્ય કુશલભાઈ પારેખ અને મહાસાગર ટ્રાવેલ્સનાં એમડી કાળુભાઈ સુખવાણી તેમજ તેમના ધર્મપત્ની રૂક્ષ્મણીબેન સુખવાણી પરીવાર સાથે ખાસ ઉપસ્થિત રહયા હતાં. આ ઉપરાંત વેપારી અગ્રણી રાજુભાઈ જાેબનપુત્રા અને તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહયા હતા. આ તકે તેઓએ આરતીનો લ્હાવો લીધો હતો અને નવરાત્રી મહોત્સવનાં સુંદર કાર્યક્રમનાં આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. મુખ્ય આયોજક બ્રિજેશભાઈ પટેલીયા અને તેમની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.