અમદાવાદમાં જિજ્ઞેશ પટેલ દ્વારા લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું વિમોચન

અમદાવાદમાં જિજ્ઞેશ પટેલ દ્વારા લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું વિમોચન

(મોહંમદ રફીક શેખ)  
અમદાવાદ,તા.૨૭
જીવનની સફરમાં જ્યારે પણ આશાનું નવું કિરણ શોધવું હોય કે,મનમાં સકારાત્મકતાનો સઁચાર કરવો હોય,ત્યારે એક ઉત્તમ પુસ્તક જ સાચા  મિત્ર અને માગ્દર્શકની ભૂમિકા ભજવે છે. મંતવ્ય ન્યૂઝ ૨૪x૭ના સીએમડી - જીગ્નેશ પટેલ દ્વારા લિખિત ત્રણ પેરણાદાયી પુસ્તકો માત્ર વાંચન પૂરતા સીમિત નથી,પરંતુ દરેક પેઢીની વ્યક્તિ માટે જીવનને ઉત્સાહથી જીવવા અને દરેક પરિસ્તિથીમાં આગળ વધવાનો એક નક્કર રોડમેપ છે.   
અમદાવાદમાં લેખક જિજ્ઞેશ પટેલ દ્વારા લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનું  વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકોનું વિમોચન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિમોચન કરાયેલા ત્રણ પુસ્તકો નીચે મુજબ છે:
૧. લવ યુ જિંદગી,૨.થિંક આઉટસાઇડ ધ બોક્સ,૩.ત્રીજું પ્રેરણાદાયી પુસ્તક(માનવ જીવનમાં આશા અને સકારાત્મકતાનો સંચાર કરતી કૃતિઓ).સમાવેશ થાય છે જે વાચકોને જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ આપશે.
આ પુસ્તકો માનવ જીવનની સફરમાં સકારાત્મક ઉર્જા, નવી આશા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે લખવામાં આવ્યા છે.
અમદાવાદમાં ‘મંતવ્ય ન્યૂઝ ૨૪x૭‘ ના CMD જિજ્ઞેશ પટેલ દ્વારા લિખિત ત્રણ પ્રેરણાદાયી પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ યોજાઈ ગયો. સોમવાર, ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ‘મનની વાત ,મંતવ્ય રૂપે‘થીમ હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ પુસ્તકો માનવ જીવનમાં આશા અને સકારાત્મકતાનો સંચાર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે
સંયુક્ત આયોજન: આ ભવ્ય સમારોહનું આયોજન મંતવ્ય ન્યૂઝ,‘આદર્શ પ્રકાશન‘ ,‘કર્મા ફાઉન્ડેશન‘અને ‘ગુજરાતી બુક ક્લબ‘ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકો નવી પેઢી અને સામાન્ય વાચકોમાં સાહિત્ય તેમજ સકારાત્મક વિચારો પ્રત્યે રુચિ જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વિમોચન સમારોહ સંબંધિત વધુ અહેવાલ ગુજરાતી જાગરણની સત્તાવાર વેબસાઇટ પર વાંચી શકાય છે.