આજે SIR મામલે ‘સુપ્રિમ’ સુનાવણી : ચૂંટણી પંચે સોગંદનામું દાખલ કર્યું

આજે SIR મામલે ‘સુપ્રિમ’ સુનાવણી : ચૂંટણી પંચે સોગંદનામું દાખલ કર્યું

નવી દિલ્હી તા.ર૭
એસઆઈઆર મામલે આજે સુપ્રિમ કોર્ટમાં મેરેથોન સુનાવણી થઈ રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે અહેવાલ મુજબ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ફોર્મ નં.૬માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમજ એસઆઈઆર મામલે નિર્ણયો સર્વ સંમતિથી લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી દેશવ્યાપી એસઆઈઆર પ્રક્રિયાને ૧૩ દિગ્ગજ રાજકીય નેતાઓએ સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. જેમાં રાહુલ ગાંધી, મલ્લીકાર્જુન ખડગે, સોગત રાય (ટીએમસી), અખીલેશ યાદવ (સપા), તેજસ્વી યાદવ, સંજય રાઉત (શીવસેના) સહીતના નેતાઓનો સમાવેશ થાય છે.