માણાવદરમાં વંથલી હાઈવે રોડ સ્મશાન ગૃહ પાસે પડેલા ખાડા મોતનું તાંડવ ખેલે તે પહેલા રીપેર કરવા માંગ
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર, તા.ર૩
માણાવદરમાં વંથલી હાઈવે રોડ નવોજ બન્યો પણ કેવાય છે કે સ્મશાન ગૃહ ટાંકો પ્રજાની ના છતાં બનાવાયો તે પાણીની પાઈપ લાઈન નાખવા નવો રોડ તોડ્યો છે તે ઉપર સ્મશાન ગૃહ પાસે મોટો ખાડો પડિયો છે.
આ ખાડાથી અજાણ વાહન ચાલકો અચાનક ખાડામાં વાહનો ધડામ દઈને અથડાય છે. આ ખાડાના કારણે અજાણ વાહન ચાલકો અચાનક ખાડો દેખાય એટલે કાંતો સજ્જડ બ્રેક મારવી પડે અને કા ખાડામાં વાહનો ધડામ દઈ અથડાવી પડે બ્રેક મારે તો પાછળ આવી રહેલા. વાહનો સાથે જોરદાર અકસ્માત થાય અને બ્રેકના મારે તો ખાડામાં વાહનો ધડામ દઈ અથડાઈને દૂર સુધી ફેંકાય જાય તેવા બનાવો ઘાતક સાબિત થઈ રહ્યા છે.
આ ખાડા ખોદવાની મજૂરી હાઇવે રોડ વાળા યે કેમ આપી તેમજ તાજેતરમાં જ એક વૃદ્ધ દંપતી ખાડાના કારણે પડિયા હતા અને ઇજાઓ પહોંચી હતી આજુબાજુ વાળા લોકોએ મદદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગળવાવ પાસે આવી જ રીતે નાનકડી ભૂલના કારણે ગંભીર અસ્માત સર્જાયો હતો તેની શાહી સુકાય નથી ત્યાં દરોજ આ ખાડામાં વાહનો ધડામ દઈ અથડાય ને પડે છે.
આજુબાજુ સ્કૂલની બસો અને અન્ય સ્કુલ બસો નીકળે છે સોસાયટી અને પોરબંદરને જુનાગઢ જિલ્લાના વાહનો પસાર થાય છે ત્યારે મોટા અસક્માતમાં મોતનું તાંડવ ખેલાશે તે નક્કી છે. હાઈવે રોડ તંત્ર આ રોડને વ્યવસ્થિત ડામર રોડ કરી માનવ જિંદગી બચાવવા ૩૫ હજાર જનતાનો પોકાર કરી રહી છે.
મુખ્યમંત્રી ગંભીર નોંધ લે નવા રોડ મન પડે તેમ તોડવાની મંજૂરી કોને આપી તેની તપાસ કરી હાઈવે રોડના જવાબદારો સામે કાર્યવાહી જરૂરી છે નહીતો જનતા કમોતે મરશે તો જવાબદાર કોણ બનશે.?


