પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો : ૩ના મોત
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪:
પાકિસ્તાનના પેશાવરમાં ફેડરલ કોન્સ્ટેબ્યુલરી મુખ્યાલય પર એક મોટો હુમલો થયો હતો. જેમાં ત્રણ હ્લઝ્ર કર્મચારીઓ માર્યા ગયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે
સુરક્ષા દળો જવાબી કાર્યવાહી
કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે, ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, કેપિટલ પોલીસ અધિકારી ડૉ. મિયાં સઈદ અહેમદે જણાવ્યું હતું કે, હ્લઝ્ર મુખ્યાલય પર હુમલો થયો છે. સુરક્ષા કર્મચારીઓ જવાબી કાર્યવાહી કરી રહ્યા છે, અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલો એક આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો જેણે મુખ્યાલયના ગેટ પર પોતાને ઉડાવી દીધો હતો. વિસ્ફોટ પછી તરત જ ગોળીબારનો અવાજ સંભળાયો હતો.


