ગલવાન ઘટનાના ૭ વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતી જિનપીંગ આવતીકાલે ૬૭ સભ્યોના પ્રતિનિધી મંડળ સાથે ભારત આવશે

ગલવાન ઘટનાના ૭ વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતી જિનપીંગ આવતીકાલે ૬૭ સભ્યોના પ્રતિનિધી મંડળ સાથે ભારત આવશે

નવીદિલ્હી તા.૧૧
લગભગ સાત વર્ષના ગાળા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જીન પીંગ ભારત આવી રહ્યા છે અને તેમની સાથે ચીનનું ૬૭ સભ્યોનું મોટુ પ્રતિનિધિ મંડળ પણ ભારત પહોંચી રહ્યું છે જેમાં મુખ્યત્વે ટોચના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. જીન પીંગની ભારત યાત્રા માટે અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ જાળવી રાખ્યું હતું અને ચીનનું જે વ્યાપારી પ્રતિનિધિ મંડળ જે ભારત પહોંચ્યું છે તેણે દિલ્હી આગમનના ૨૪ કલાક અગાઉ જ વિઝા માટે અરજી કરતા વિદેશ મંત્રાલયમાં પૂરી રાત્રીના કામકાજ થયું હતું. જીન પીંગ કાલે બપોરે પહોંચશે અને કાલે સાંજે ૭-૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિકસ દેશોના મહાનુભાવો માટે ભોજન સમારંભનું આયોજન કર્યું છે જેમાં તમામ ઉપસ્થિત રહેશે.