જૂનાગઢ : જગન્નાથજીમંદિરે અન્નકોટ પ્રસાદનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ છાંયા બજાર સ્થિતિ આવેલ પ્રાચીન એવા શ્રી જગન્નાથજી મંદિર ખાતે દરસાલ મુજબ આવર્ષ પણ નૂતન વર્ષ નિમિતે જગન્નાથને અન્નકોટ પ્રસાદધરવાં સહીત, દર્શન, સ્નેહ મિલન તેમજ વાર્ષિક કેલેન્ડર નું વિતરણ કરવામાં આવેલ હતું. શ્રી સોરઠીયા વાણંદજ્ઞાતિ દ્વારા યોજાયેલાં આ કાર્યક્રમમાં જૂનાગઢ શહેર તેમજ પરાં વિસ્તારમાંથી સોરઠીયા વાણંદ જ્ઞાતિ સહપરિવાર ઉપસ્થિત રહ્યાં હતા. આતકે પ્રમુખ બિપિનભટ્ટી દ્વારાપ્રસાદ પેકનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં બિપિનભાઈ ભટ્ટી, મંત્રી રાજેન્દ્રભાઈ ચુડાસમા, વિજય ચુડાસમા,રમેશભાઈ મગનભાઈ વાજા, મોહિત વાજા સહીતનાં ઉપસ્થિત રહ્યાં હતાં. જગન્નાથજી અન્નકોટ પ્રસાદનું આયોજન કરી સમિતિ દ્વારા આ પરંપરા ચાલું છે.


