નવાબંદર પોલીસે કારના ચોર ખાનામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ સાથે જૂનાગઢના શખ્સને ઝડપી લીધો

નવાબંદર પોલીસે કારના ચોર ખાનામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ સાથે જૂનાગઢના શખ્સને ઝડપી લીધો

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.ર૭
નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે. જે. પરમાર પોલીસ હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પી. બાંભણિયા અને વિજયભાઈ દુદાભાઈ ચૌહાણ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તડ ચેક પોસ્ટ આગળ દીવ તરફથી આવતી મારૂતિ ફ્રન્ટી મોટર નંબર GJ ૨૩ A ૭૫૨૮ રોકાવી તપાસ કરતા મોટરકારની ડેકી નીચે તેમજ દરવાજાની સાઇડમાં ચોર ખાના બનાવી તેમાં છુપાવેલ પરપ્રાંતની ઈંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ ૪૦ રૂપિયા ૧૦૯૨૪ને મોટરની કિંમત ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩૫૯૨૪ ના મુદામાલ સાથે જૂનાગઢ ઇવનગરમાં રહેતો ભનજી રાજાભાઈ રાવણીયાને પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.