જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ ઈજનેરી વિદ્યાર્થીઓ માટે ‘મલ્હાર–૨૦૨૬’ વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાની સ્ટુડન્ટ રીપ્રેઝેનટેટીવ કાઉન્સિલ દ્વારા એન્યુલ ડે ‘મલ્હાર–ર૦ર૬‘નું સરદાર પટેલ સભાગૃહ ખાતે સફળતાપૂર્વક ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આઠમા સેમેસ્ટરના ૬૧ વિદ્યાર્થીઓ જેઓ નજીકના ભવિષ્યમાં કૃષિ ઈજનેરીની સ્નાતકની પદવી મેળવનાર છે તેમને શુભેચ્છા સહ વિદાય આપવાનો હતો.
આ સમારોહમાં કુલપતિ ડો. વી. પી. ચોવટિયા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદાઈ લેનાર છેલ્લા વર્ષના ૬૧ વિદ્યાર્થીઓ, આંતર યુનિવર્સિટી / વેસ્ટ ઝોન લેવલે ભાગ લેનાર ૩૮ વિદ્યાર્થીઓ, ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર ૬ વિદ્યાર્થીઓ, નેશનલ લેવલની કોમ્પીટીટીવ પરીક્ષા પાસ કરનાર
૧૦ વિદ્યાર્થીઓ, એસ.એસ.આઈ.પી. અંતર્ગત ફાઇનાન્સિયલ સપોર્ટ મેળવનાર ૪ વિદ્યાર્થીઓ તેમજ આ કાર્યક્રમમાં આર્થિક યોગદાન આપનાર ૧૦ સ્પોન્સરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડો. વી. પી. ચોવટિયા, વિદ્યાર્થી કલ્યાણ પ્રવ્રુતિના નિયામક ડો. આર. એમ. સોલંકી, રમેશભાઈ ખીચડીયા, પ્રિન્સીપાલ અને ડીનશ્રી ડો. એચ. ડી. રાંક, આઈ.ટી. નિયામક ડો. કે. સી. પટેલ તેમજ એસ.આર.સી. ચેરમેન ડો. એસ. પી. ચોલેરાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડો. વી. પી. ચોવટિયા અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કેપ્ટન પોલીપ્લાસ્ટના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર રમેશભાઈ ખીચડીયા, વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કના ઓનર પીયુષ ટાંક, બાલસન પોલીપ્લાસ્ટ, રાજકોટના મેનેજીંગ ડાયરેક્ટર જમનભાઈ બાલધા, કિશોરભાઈ ઓડેદરા (પોરબંદર) અને પેરાગોન ઇરીગેશન (વડોદરા)ના મેનેજીંગ ડાયરેક્ટર નીતિન દુધાત્રાએ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ તકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો. એ. જી. પાનસુરીયા, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામક ડો. આર. એમ. સોલંકી, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ, કુલસચિવ ડો. વાય. એચ. ઘેલાણી, પ્રિન્સીપાલ અને ડીન ડો. એચ. ડી. રાંક સહિત અન્ય અધિકારીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉદઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમનું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા કો-ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી પ્રો. જી. ડી. ગોહિલ અને વિવિધ કમિટીના કન્વેનરો ડો. ટી. ડી. મેહતા, ડો. એચ, વી, પરમાર, ડો. આર. જે. પટેલ, ડો. વી. પી. સાંગાણી, ડો. બંસી દેવાણી, પ્રો. એ. એલ. વાઢેર, પ્રો. એચ. એચ. મશરૂ, ડો. એસ. વી. કેલૈયા અને તેમની કમિટીના સભ્યોએ ભારે જહમત ઉઠાવી હતી.


