બેંકિંગ ક્ષેત્રે અવિરત સેવા આપતી ધી જૂનાગઢ કોમર્શિયલ કો.ઓપ. બેંક લી.ની વિકાસયાત્રાનું વધુ એક સોપાન ર૪ કલાક બેંકિંગ સેવા આપતી આઝાદચોક શાખાનો શુભારંભ થયો
સહકારી ક્ષેત્રના અગ્રણી પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા તેમજ વર્તમાન ચેરમેન સાગરભાઈ કોટેચાને અભિનંદન સાથ શુભેચ્છાઓ અપાઈ
જૂનાગઢ તા.૧૧
સહકારી ક્ષેત્રે ખુબ જ સારી કામગીરી કરનાર તેમજ વિશ્વાસનું વાતાવરણ સ્થાપનાર અને છેલ્લા કેટલાય વર્ષોથી ધી જૂનાગઢ કોમર્શિયલ કો.ઓપ. લી.ની સેવાને તેમજ વિકાસને સતત નવું જાેમ મળી રહેલ છે. બેંકની વણથંભી વિકાસયાત્રાની સાથોસાથ ફુલ્લી કોમ્પ્યુટરાઈઝ બેંક, સેન્ટ્રલી એસી ઈ-ગેલેરીના માધ્યમથી ર૪ કલાક બેંકીંગ સેવા આપતી જૂનાગઢની સર્વપ્રથમ સહકારી બેંકની અત્યંત આધુનિક આઝાદચોક શાખાનું આજે નવપ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શુભારંભ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કેશવાલા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, માજી મંત્રી જશાભાઈ બારડ, ખેતી બેંકના વાઈસ ચેરમેન જીવણભાઈ આહિર, ખેતી બેંકના ડિરેકટર ગણ, કો.કો. બેંકના પૂર્વ જનરલ મેનેજર તેમજ પૂર્વ ડીરેકટર જે.એમ. ભટ્ટ, સહકારી અગ્રણી જેઠાભાઈ પાનેરા, યોગીભાઈ પઢીયાર, પ્રદેશ બક્ષીપંચ મોરચાના જે.કે. ચાવડા સહિતના સહકારી ક્ષેત્રના વરીષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચા તેમજ બેંકના ચેરમેન સાગર કોટેચા તેમજ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર અને સીઈઓ રાજેશ મારડીયા અને સર્વે કર્મચારીગણને શુભેચ્છા પાઠવી હતી. આ તકે ન્યુ ગ્રેન માર્કેટ અને સીએન કંપની વતી મનીષભાઈ સાગલાણી તરફથી બેંકને શુભેચ્છા પત્ર અર્પણ કરેલ તેમજ જૂનાગઢ ગ્રેન સીડ એન્ડ સુગર મર્ચન્ટ એશો.ના પ્રમુખ રાજુભાઈ જાેબનપુત્રા તેમજ અન્ય હોદ્દેદારો તરફથી બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચાને પ્રસસ્તીપત્ર અર્પણ કરેલ આ ઉપરાંત મહાસાગર ટ્રાવેલ્સના એમ.ડી. કાળુભાઈ સુખવાણી, સૌરાષ્ટ્રભૂમિ દૈનિકના તંત્રી અભિજીત ઉપાધ્યાયે પણ ખાસ હાજરી આપી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ધી જૂનાગઢ કોમર્શિયલ કો.ઓપ. લી. બેંક ઉત્તરોત્તર પ્રગતિના નવા સોપાન સર કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.



