જૂનાગઢ શહેરમાં ઢાલ રોડ પર ચાલતા ગેરકાયદેસર કતલખાના પર પોલીસના દરોડા : ૧ર વિરૂધ્ધ ગુનો દાખલ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા) જૂનાગઢ તા.ર૯ જૂનાગઢ શહેરના ગીચ રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ ડામવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ઢાલ રોડ અને પાડાવાલા ચોક વિસ્તારમાં સજિર્કલ સ્ટ્રાઈક જેવી કામગીરી કરી હતી. રહેણાંક મકાનો અને ડેલાઓની આડમાં ધમધમતા કતલખાના પર ત્રાટકેલી પોલીસે ક્રૂરતાના મોઢામાંથી ૩૧ અબોલ જીવોને બચાવી લીધા છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ એમ. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાડાવાલા ચોકના રહેણાંક મકાનોમાં અમુક શખ્સો કોઈપણ પરવાનગી કે લાયસન્સ વગર પશુઓની કતલ કરી રહ્યા છે. આ હકીકતને આધારે એલસીબી પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને એસઓજી પીએસઆઈ ડી.કે. સરવૈયાની અલગ-અલગ ટીમો બનાવી વહેલી સવારથી જ આ વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી અત્યંત ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં પશુઓને ઘાસચારા કે પાણી વગર ટૂંકા દોરડાથી બાંધી કતલ કરવાની તૈયારી રાખવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ૧ ભેંસ, ૨૩ પાડા, ૪ પાડી અને ૩ બકરી મળી કુલ ૩૧ પશુ જીવને જીવતા બચાવ્યા છે. આ પશુઓને તાત્કાલિક સુરક્ષિત કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે સ્થળ પરથી ૧૦૫૦ કિલો માસ જેની કિંમત ૨,૧૦,૦૦૦ ચામડા અને હોજરીનો કચરો, ૯ કુહાડી, ૧૪ છરી, ૨ વજન કાંટા, હિસાબની ડાયરી, ૭૦,૦૦૦ રોકડ અને ૧૦ મોબાઈલ ફોન સહિત કુલ ૫,૪૮,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેલબ આઝાદસિંહ મુળુભાઈએ ફરીયાદી બની આરોપી તરીકે મકબુલ કાલુભાઈ ખંભાતી, અનીશ મહમદહુસેન બેલીમ, આકીબ અહેમદભાઈ બેલીમ, અફરોઝ મકબુલભાઈ ખંભાતી, નઈમ હનીફભાઈ કચરા, અકીલ કાલુભાઇ બેલીમ, મુનાવર ઇબ્રાહીમભાઈ બેલીમ, ફઝલ નજીરભાઈ બેલીમ, સાજીદ ઇબ્રાહીમભાઇ બેલીમ, એઝાઝ અહેમદભાઈ બેલીમ અને દાઉદભાઈ સકુરભાઈ મેમણ વિરૂધ્ધ એ ડીવીઝન થાણે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ ગઢવીએ હાથ ધરી છે.
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢ શહેરના ગીચ રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ ડામવા માટે જૂનાગઢ પોલીસે કમર કસી છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ઢાલ રોડ અને પાડાવાલા ચોક વિસ્તારમાં સજિર્કલ સ્ટ્રાઈક જેવી કામગીરી કરી હતી. રહેણાંક મકાનો અને ડેલાઓની આડમાં ધમધમતા કતલખાના પર ત્રાટકેલી પોલીસે ક્રૂરતાના મોઢામાંથી ૩૧ અબોલ જીવોને બચાવી લીધા છે. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ એમ. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાડાવાલા ચોકના રહેણાંક મકાનોમાં અમુક શખ્સો કોઈપણ પરવાનગી કે લાયસન્સ વગર પશુઓની કતલ કરી રહ્યા છે. આ હકીકતને આધારે એલસીબી પીએસઆઈ પી.કે. ગઢવી, ડી.કે. પટેલ અને એસઓજી પીએસઆઈ ડી.કે. સરવૈયાની અલગ-અલગ ટીમો બનાવી વહેલી સવારથી જ આ વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી અત્યંત ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં પશુઓને ઘાસચારા કે પાણી વગર ટૂંકા દોરડાથી બાંધી કતલ કરવાની તૈયારી રાખવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ૧ ભેંસ, ૨૩ પાડા, ૪ પાડી અને ૩ બકરી મળી કુલ ૩૧ પશુ જીવને જીવતા બચાવ્યા છે. આ પશુઓને તાત્કાલિક સુરક્ષિત કરવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, પોલીસે સ્થળ પરથી ૧૦૫૦ કિલો માસ જેની કિંમત ૨,૧૦,૦૦૦ ચામડા અને હોજરીનો કચરો, ૯ કુહાડી, ૧૪ છરી, ૨ વજન કાંટા, હિસાબની ડાયરી, ૭૦,૦૦૦ રોકડ અને ૧૦ મોબાઈલ ફોન સહિત કુલ ૫,૪૮,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેલબ આઝાદસિંહ મુળુભાઈએ ફરીયાદી બની આરોપી તરીકે મકબુલ કાલુભાઈ ખંભાતી, અનીશ મહમદહુસેન બેલીમ, આકીબ અહેમદભાઈ બેલીમ, અફરોઝ મકબુલભાઈ ખંભાતી, નઈમ હનીફભાઈ કચરા, અકીલ કાલુભાઇ બેલીમ, મુનાવર ઇબ્રાહીમભાઈ બેલીમ, ફઝલ નજીરભાઈ બેલીમ, સાજીદ ઇબ્રાહીમભાઇ બેલીમ, એઝાઝ અહેમદભાઈ બેલીમ અને દાઉદભાઈ સકુરભાઈ મેમણ વિરૂધ્ધ એ ડીવીઝન થાણે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ ગઢવીએ હાથ ધરી છે.


