ગિરનાર અંબાજી મંદિર અને ઉપલા દાતાર પર્વત ઉપર સોમવારે હોળી પ્રાગટય
જૂનાગઢ પર્વત ઉપરની હુંતાસણી ગિરનારના ૩૫૦૦ ફીટની ઊંચાઈ ઉપર અને ઉપલા દાતારના ૨૮૦૦ ફીટની ઊંચાઈ ઉપર હોળી પ્રગટશે
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૮
ગિરનાર પર્વતના ૫૦૦૦ પગથિયા ઉપર આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર ખાતે પરંપરાગત હુંતાસણીનું પ્રાગટ્ય આગામી તારીખ ૨ અને સોમવારના રોજ માતાજીની સાંજની આરતી સંપન્ન થયા બાદ હુંતાસણીનું પ્રાગટ્ય કરવાની વર્ષોની પરંપરા રહી છે. આ વખતે પણ આગામી સોમવારે સાંજે ૭:૩૦ થી ૮ની વચ્ચે ઉતાસણીનું પ્રાગટ્ય થશે અને અંબાજીની ઉતાસણી જોઈ અને નીચે લોકો પોતાના વિસ્તારોમાં હુતાસણીનું પ્રાગટ્ય કરતા હોય છે. અંબાજી મંદિર ખાતે શ્રીફળની હુતાસણી કરાય છે. જેમાં ૧૧,૦૦૦ થી વધુ શ્રીફળ અને છાણા અને થોડા એવા કાસ્ટ નો ઉપયોગ કરાય છે તેમજ ઉપલા દાતાર ની ધામિર્ક જગ્યા ખાતે પણ સોમવારે સાંજે ૦૮:૦૦ કલાકે દાતારની ગૌશાળાના છાણાંની હોળી પ્રગટશે દાતારના ૨૮૦૦ પગથિયા ઉપર આવેલી આ ધામિર્ક જગ્યાના મહંત શ્રીભીમ બાપુની નિશ્રામાં ઉતાસણી પર્વ ધામધૂમમ પૂર્વક ઉજવવામાં આવે છે અને આ પર્વ ઉપર ભાવિકો ભક્તો ઉતાસણીના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આમ પર્વત ઉપરની ઉતાસણી પર્વ ની ઉજવણી અને તેના દર્શન કરવાનો એક અનેરો મહિમા હોય છે. લોકો આ ઉતાસણીના દર્શન કરવા પર્વત ઉપર જઈ ચડે છે.



