આજથી જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વાર્ષિક પરીક્ષા યોજાશે
જૂનાગઢ તા. ૬
જૂનાગઢ જીલ્લા સહીત ગુજરાતમાં રાજય પ્રાથમિક વિભાગ અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ જીલ્લામાં આજ તા. ૬ એપ્રીલથી ર૧ એપ્રીલ સુધી ધો. ૩ અને ૮ની અને ધો. ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ યોજાશે. જૂનાગઢ જીલ્લાની ૧૦૮૯ શાળઓમાં અભ્યાસ કરતા ૮પ,ર૦રથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ અંગે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાલુકાનાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પરીક્ષા અંગેની સુચનાઓ આપવામાં આવી છે. જીલ્લાની ૧૦૮૯ થી વધુ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પરીક્ષા લેવામાં આવનાર છે. ધો. ૩ અને પાંચમાં પાંચ વિષયની જયારે ધો. ૬ થી ૮માં સાત વિષયની પરીક્ષા આપવાની રહેશે. આ ઉપરાંત ધો. ૩ થી પમાં પરીક્ષાનો સમય સવારે ૮ થી ૧૦નો અને ધો. ૬ થી ૮માં સવારે ૮ થી ૧૧નો સમય રહેશે. તેમજ ધો. ૩ અને ૪નાં બાળકોએ પ્રશ્નપત્રમાં જ અને ધો. પ થી ૮માં વિદ્યાર્થીઓએ અલગથી ઉતરવાહીમાં લખીને જવાબ આપવાનાં રહેશે.


