અન્ય જીલ્લામાંથી જૂનાગઢ બદલી થઈને આવેલા ૧૪ પીઆઈને પોસ્ટીંગ અપાયું

અન્ય જીલ્લામાંથી જૂનાગઢ બદલી થઈને આવેલા ૧૪ પીઆઈને પોસ્ટીંગ અપાયું

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રમાં જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા બદલીનાં ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં અન્ય જીલ્લામાંથી બદલી પામીને જૂનાગઢ હાજર થયેલા ૧૪ બીન હથીયારધારી પોલીસ ઈન્સ્પેકટર તેમજ લીવ રીઝર્વમાં રહેલા ર પીઆઈ સહીત કુલ ૧૬ અધિકારીઓને જીલ્લાનાં વિવિધ પોલીસ મથકો અને બ્રાન્ચનો હવાલો સોંપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બી ડીવીઝન પોલીસ સ્ટશેનમાં એ.બી. ચૌધરી અને સી ડીવીઝનમાં પી.પી. ઝાને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જયારે વાય.જે. રાઠોડને એલઆઈબીમાં ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત એન.એન. ચુડાસમાને બિલખા, બી.જી. ચેતરીયાને વંથલી, એન.એન. તળાવીયાને ભેંસાણ, એમ.ડી. ચૌધરીને કેશોદ, જે.બી. પટેલને માણાવદર, જી.આઈ. રાઠોડને ચોરવાડ, ડી.વી. ડાંગરને માળીયા હાટીના, એમ.કે. ચૌધરીને શીલ અને એમ.જે. ચૌધરીને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એન.જી. વાઘેલાને મહિલા યુનીટની ફરજની સાથે સાથે મહિલા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લામાં જ લીવ રીઝર્વમાં રહેલા બે પીઆઈ વી.જે. સાવજને મેંદરડા અને એચ.કે. હુંબલને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવવા આદેશ કરવામાં આવ્યો છે.