જૂનાગઢ મનપાનાં વોર્ડનં.૧પનાં કોર્પોરેટર સોનલબેન રાડાનું સભ્યપદ રદ

અનુ.આદિજાતિનો દાખલો ખોટો હોવાથી કાર્યવાહી કરાઈ

જૂનાગઢ મનપાનાં વોર્ડનં.૧પનાં કોર્પોરેટર સોનલબેન રાડાનું સભ્યપદ રદ

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૧પનાં કોંગ્રેસ પક્ષનાં ચુંટાયેલા કોર્પોરેટર સોનલબેન રાડાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા મુજબ કોર્પોરેટર સોનલબેન રાડાએ અનુ.આદિજાતિનો દાખલો અને સર્ટીફીકેટ ખોટો આપ્યો હોવાનું કારણ દર્શાવી અને તેમનું સભ્યપદ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ આ બનાવનાં અનુસંધાને સોનલબેન રાડા દ્વારા આ કાર્યવાહી માટે અદાલતમાં જવાની તૈયારી કરી રહયા છે. આ બનાવનાં અનુસંધાને વિરોધપક્ષ કોંગ્રેસનાં નેતા લલિત પણસારાએ જણાવ્યું હતું કે, જાતિ અંગેનો જે દાખલો છે તે મામલતદારશ્રી દ્વારા જ અપાયો હોવાથી તે ખોટો દાખલો હોવાનું કઈ રીતે કહી શકાય? આ બાબતે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.