વેટરિનરી કોલેજ, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢ દ્વારા મસ્ટાઇટિસ જાગૃતિ મહિના અંતર્ગત રાષ્ટ્રીય વેબિનારનું આયોજન
જૂનાગઢ તા. 26
ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા જૂન 2026ને “મેસ્ટાઇટિસ જાગૃતિ મહિનો” તરીકે જાહેર કરવામાં આવ્યોછે. આ સંદર્ભમાં પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢના માર્ગદર્શન હેઠળ કાર્યરત પશુધન ફાર્મ સંકુલ અને પશુવિજ્ઞાન કેન્દ્ર, ભૂતવડ દ્વારા એસોસિએશન ઓફ મસ્ટાઇટિસના સહયોગથી તા.24જૂન, 2026ના રોજ “દૂધાળાં પશુઓમાં મસ્ટાઇટિસ વ્યવસ્થાપનના તાજેતરના વિકાસ: ફાર્મ નિદાનથી પ્રિસિઝન થેરાપી સુધી” વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેબિનારમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 510 પ્રતિભાગીઓએ નોંધણીક રાવી હતી. કાર્યક્રમમાં ડો. પી.એમ. લુણાગરિયા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું, જ્યારે ડો.નીલેશ શર્મા, જનરલ સેક્રેટરી, એસોસિએશન ઓફ મસ્ટાઇટિસ દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કામધેનુ યુનિવસિર્ટીના કુલપતિ ડો.પી.એચ. ટાંક, સંશોધન નિયામક ડો. પ્રકાશ કોરીંગા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જયેશ પટેલ તથા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના આચાર્ય ડો. એમ. ડી. ઓડેદ્રાએ મસ્ટાઇટિસ નિયંત્રણ, પશુ આરોગ્ય અને દૂધ ઉત્પાદન વધારવામાં વૈજ્ઞાનિક અભિગમના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
વેબિનારમાં વિષય નિષ્ણાંત તરીકે ડો. જિગ્નેશ વાળા અને ડો.અરૂણ પટેલ દ્વારા મસ્ટાઇટિસના આધુનિક નિદાન, નિયંત્રણ, પ્રિસિઝન થેરાપી અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટિવર્ડશિપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના નાયબ સચિવ (પશુપાલન) પીયુષકુમાર સહિત અન્ય મહાનુભાવોએ પણ સરદાર કૃષિનગર ખાતે કોલેજ મુલાકાત દરમિયાન વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. મસ્ટાઇટિસ અવેરનેસ મહિના અંતર્ગત કામધેનુ યુનિવસિર્ટી હેઠળની તમામ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયોના અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓએ વેબિનારમાં સક્રિય ભાગ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજન માં ડો. એમ. ડી. ઓડેદરા, આચાર્ય, ડો. પી. એમ. લુણાગરિયા (કન્વીનર), ડો. એસ. વી. માવદિયાઅને ડો. પી.એચ. શાહ(આયોજક સચિવ)તેમજ વેટરિનરી કોલેજ, જૂનાગઢના અધ્યાપકગણ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.


