માંગરોળ તાલુકાના શેરીયાજ બારા બંદર ખાતેથી બીન અધિકૃત માછીમારી કરવા ગયેલ પાંચ માછીમારો ઝડપાયા
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.22
માંગરોળ વિભાગ, ઈન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક રોહીતકુમાર ડગર સાહેબના સીધા માર્ગદર્શન મુજબ માંગરોળ મરીન પોલીસ ઈન્સ.એન.જી.વાઘેલા સાહેબની સુચના મુજબ ગુજરાત રાજ્ય મત્સ્યોધોગ કમીશ્નરની કચેરીના હુકુમ નામા અનુસાન દરીયામાં માછીમારી કરવા ઉપર પ્રતીબંધ હોવા છતાં માંગરોળ તાલુકાના શેરીયાજબારા બંદર ખાતે અમુક માછીમારો પોતાની હોડીઓ લઈ દરીયામાં ગેરકાયદેસર ફિશીંગ કરવા ગયેલ માછીમારો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આવેલ. માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ માંગરોળ તાલુકાના શેરીયાજબારા બંદર પર તપાસ કરતા પાંચ માછીમારો પોતાની હોડીઓ લઈ બીનઅધિકૃત માછીમારી કરવા ગયેલ હોય. જે તમામ માછીમારો તા.20/06/2026ના રોજ ઉપરોક્ત દરીયામાંથી હોડીઓ લઈ પરત આવતા (1) સલીમભાઈ હાજીઅબ્દુલ્લા ગોવાલસરી જાતે.મછીયારા ઉવ.35 ધંધો. માછીમારી રહે.શેરીયાજબારા તા.માંગરોળ, (2) મુસતફાભાઈ મહમદભાઈ ગોવાલસરી જાતે.મછીયારા ઉવ.26 ધંધો.માછીમારી રહે.શેરીયાજબારા તા.માંગરોળ, (3) સિકંદરભાઈ અબદુલ્લાભાઈ સમા જાતે.મછીયારા ઉવ.39 ધંધો. માછીમારી રહે.શેરીયાજબારા તા.માંગરોળ, (4) અકબરભાઈ અબદુલ્લાભાઈ સમા જાતે.મછીયારા ઉવ.43 ધંધો.માછીમારી રહે.શેરીયાજબારા તા.માંગરોળ, (5) અકબરભાઈ અબદુલ્લાભાઈ સમા જાતે.મછીયારા ઉવ.443 ધંધો.માછીમારી રહે.શેરીયાજબારા તા.માંગરોળ પકડી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કામગીરી કરનાર માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એન.જી.વાઘેલા તથા પોલીસ હેડ કોન્સ. એસ.આર.ખેર તથા પો.કોન્સ. મીલનભાઈ ગોહેલ તથા પો.કોન્સ. દર્શનભાઈ મકવાણા તથા પો.કોન્સ. વિક્રમસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. કમલેશભાઈ ભાદરકા તથા ડ્રા.પો.કોન્સ. પ્રવિણભાઈ ભાદરકા વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી હાથ ધરવામાં આવી હતી.


