જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દીપડાના આટાફેરાના CCTV ફૂટેજ સામે આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં ભયનો માહોલ.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દીપડાના આટાફેરાના CCTV ફૂટેજ સામે આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં ભયનો માહોલ.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અવાર નવાર દીપડા તેમજ અન્ય જીવો આવી ચડવાના બનાવો સામે આવતા જ રહે છે. આવામાં ફરી એક વાર તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટીના હોસ્ટેલ વિભાગના CCTV કેમેરામાં પગથિયા પાસે વહેલી સવારે દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. જેના કારણે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સતત અવરજવર રહે છે તેમજ   વહેલી સવારે અને સાંજે હજારોની સંખ્યામાં લોકો ચાલવા અને કસરત કરવા આવતા હોય છે. આવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને સાવચેત રહેવા સુચના અપાઈ છે તેમજ યુનિવર્સિટીના વહીવટી વિભાગે વનવિભાગને જાણ કરીને તાત્કાલિક ધોરણે દીપડાને પકડવા માંગ કરી છે.