કેશોદમાં દશનામ ગોસ્વામી સમાજના નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી

કેશોદમાં દશનામ ગોસ્વામી સમાજના નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૦
કેશોદ ખાતે દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા દશેરા સુધી દસ દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. કેશોદ ખાતે શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ તથા શ્રી દશનામ ગોસ્વામી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૧૧ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન દસ દિવસીય નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં કેશોદ સહિત આસપાસનાં શહેરોમાંથી પણ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ અને જ્ઞાતિજનોના ઉત્સાહભર્યા સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીની આરાધના સાથે રાસ-ગરબાની રમઝટ જામી હતી. 
આ આયોજનથી સમાજમાં એકતા, સંગઠન અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રોત્સાહન મળ્યું હતું. આ પ્રસંગે પાયલ પોસ્ટ સાપ્તાહિકના તંત્રી મુકેશ પી. ગોસ્વામી દ્વારા શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ, કેશોદની સમગ્ર ટીમને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ ટીમના સભ્યોના ઉત્સાહ અને સમાજસેવાની ભાવનાને બિરદાવી ભવિષ્યમાં પણ આવા સુંદર આયોજનો કરતા રહેવા પ્રેરણા આપવામાં આવી હતી. સમાજની એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડનાર આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા બદલ આયોજક મંડળ તથા તમામ સહયોગીઓની કામગીરીને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી.