જામકાના યુવાનની હત્યા કેસનાં આરોપીનું જૂનાગઢમાં પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન કરાયું

જામકાના યુવાનની હત્યા કેસનાં આરોપીનું જૂનાગઢમાં પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન કરાયું

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ તાલુકાનાં જામકા ગામનાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ગઈકાલે આરોપીનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં કડીયાવાડ વિસ્તારમાં જામકા ગામનાં ૧૯ વર્ષનાં રાશીષ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકીને તેનાં જ મિત્ર રોનક ચૌધરીએ છરીનો ઘા મારી દેતા તે ઈજાગ્રસ્ત બનેલ અને પ્રથમ તેને જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન રાશીષ ઉર્ફે ભયુનું મૃત્યુ થયું હતું. શરૂઆતમાં અકસ્માતમાં યુવાનને ઈજા થઈ હોવાનું દર્શાવ્યું હતું. પરંતુ મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાયું હતું જેમાં તિક્ષણ હથીયાર લાગવાથી તેનું મૃત્યુ થયું હતું. અને આ સમગ્ર ભેદ ખુલવા પામતા રાશીષ ઉર્ફે ભયુની આ કામના આરોપી રોનકે હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે રોનક ચૌધરીની ધરપકડ કરી હતી. અને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા એક દિવસનાં રીમાન્ડ મંજુર થયા હતાં. આ દરમ્યાન ગઈકાલે બનાવના સ્થળે આરોપીનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.