રાજેન્દ્રસિંહ ચુડાસમાની જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી પદે વરણી

જૂનાગઢ રેન્જનાં આઈજીપી નિલેશ જાજડીયા વડોદરાનાં જાેઈન્ટ સીપી તરીકે મુકાયા

રાજેન્દ્રસિંહ ચુડાસમાની જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી પદે વરણી

જૂનાગઢ તા. ૬ :
ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે ગુજરાત પોલીસ કેડરમાં રહેલા ૩૭ આઈપીએસની બદલી કરવામાં આવી છે. અને જેને લઈને આગામી દિવસોમાં રાજયનાં પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે. ૩૭ આઈપીએસની બદલીમાં જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડીયાની પણ બદલી કરવામાં આવી છે અને તેઓને વડોદરાનાં જાેઈન્ટ સીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતનાં ગૃહ વિભાગ દ્વારા રાજયનાં પોલીસ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર કરતા ૩૭ ઉચ્ચ અધીકારીઓની સામુહીક બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં અનેક મહત્વનાં હોદાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ પણ કરવામાં આવ્યા છે. અને કેટલીક જગ્યાઓ ઉપર વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવેલ છે. તેમજ લાંબા સમયથી વેઈન્ટીંગમાં રહેલા અધિકારીઓને પણ નવુ પોસ્ટીંગ આપવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં આઈજીપી નિલેશ જાજડીયાની વડોદરાનાં જાેઈન્ટ સીપી તરીકે નિમણુંક થઈ છે. જયારે ર૦૧૧ની બેન્ચનાં અને વેઈટીંગમાં રહેલા રાજેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ રેન્જમાં નિમણુંક આપવામાં આવી છે.