એઆઈને કારણે ભારતમાં ૧ર ટકા લોકોની નોકરીઓ પર જાેખમ
(એજન્સી) નવી દિલ્હી તા.૩૦
વિશ્વની અગ્રગણ્ય ફાયનાન્શિયલ કંપની ગોલ્ડમેન સેક્સના નવા અહેવાલ મુજબ, જનરેટિવ આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (Gen-AI) ભારતમાં લોકોની કાર્યપદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખશે. અહેવાલમાં જણાવાયું છે કે AI ટેકનોલોજી કૃષિ ક્ષેત્રને બાદ કરતાં ૮ થી ૧૨ ટકા લોકોની નોકરીઓને અસર કરી શકે છે. જોકે, સકારાત્મક પાસું એ છે કે આનાથી મોટાપાયે બેરોજગારી નહીં આવે; તેના બદલે, ટેકનોલોજી ૪૨ થી ૪૮ ટકા કર્મચારીઓને તેમના કાર્યો સરળ બનાવીને મદદ કરશે. અહેવાલ મુજબ, AI ના આવવાથી લોકોની નોકરીઓ નહીં જાય; પરંતુ નોકરીઓનું સ્વરૂપ બદલાઈ જશે.


