જીએસટી મુક્તિથી કાર બજારમાં ભારે ધમધમાટ : મારૂતિએ ૩પ વર્ષ અને હ્યુન્ડાઈએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો

જીએસટી મુક્તિથી કાર બજારમાં ભારે ધમધમાટ : મારૂતિએ ૩પ વર્ષ અને હ્યુન્ડાઈએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો

(એજન્સી)   નવી દિલ્હી તા.ર૩
જીએસટી મુક્તિની ભારતીય કાર બજાર પર નોંધપાત્ર અસર પડી છે. ભાવ ઘટાડાની જાહેરાત થતાં જ શોરૂમમાં ભારે ભીડ જોવા મળી. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇએ પહેલા દિવસે જ હજારો કાર બુકિંગ, ડિલિવરી અને પૂછપરછ નોંધાવી. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી માટે આ તહેવાર સુવર્ણકાળથી ઓછો નથી. કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) પાર્થો બેનર્જીએ કહ્યું, ‘‘અમે છેલ્લા ૩૫ વર્ષમાં આટલો જબરદસ્ત પ્રતિસાદ જોયો નથી. પહેલા દિવસે જ, અમને ૮૦,૦૦૦ થી વધુ પૂછપરછ મળી અને ૨૫,૦૦૦ થી વધુ કાર ડિલિવરી કરવામાં આવી. આ આંકડો ટૂંક સમયમાં ૩૦,૦૦૦ સુધી પહોંચી જશે.‘‘