પતંજલી ગાયનું ઘી પરીક્ષણમાં નિષ્ફળ  અદાલતે રૂા.૧.૪૦ લાખનો દંડ ફટકાર્યો

પતંજલી ગાયનું ઘી પરીક્ષણમાં નિષ્ફળ  અદાલતે રૂા.૧.૪૦ લાખનો દંડ ફટકાર્યો

(એજન્સી)        પિથોરાગઢ તા.૨૯: 
ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથોરાગઢમાં બાબા રામદેવની પતંજલિ કંપનીના ઘીના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. કંપની અને અન્ય ત્રણ ઉદ્યોગપતિઓને રુ.૧૪૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. પિથોરાગઢના ફૂડ સેફટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ કમિશનર આર.કે 
શર્માએ આ માહિતી આપી હતી. 
આ ઘીના નમૂના ૨૦૨૦માં 
લેવામાં આવ્યા હતા. આ ર્નિણય ગુરુવાર ૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.