શ્રીલંકામાં દિતવાહ વાવાઝોડાના કહેરથી ૬૯ના મોત
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯ :
બંગાળની ખાડીમાં સર્જાયેલી અશાંતિને પગલે ચક્રવાત સેન્યા૨ બાદ હવે શક્તિશાળી વાવાઝોડું ‘દિતવાહ‘ દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ૪૮ કલાક દરમ્યાન શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ, આ વાવાઝોડું ભારત નજીક પહોંચી ગયું છે. શ્રીલંકામાં દિતવાહના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ૬૯ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો હજુ પણ ગુમ છે. ભારત સરકારે પડોશી દેશને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે.


