ગુજરાતના પોલીસ બેડામાં વ્યાપક ફેરબદલ : ૩૭ આઈપીએસની બદલી

જૂનાગઢ રેન્જનાં આઈજીપી નિલેશ જાજડીયા વડોદરાનાં જાેઈન્ટ સીપી તરીકે મુકાયા

ગુજરાતના પોલીસ બેડામાં વ્યાપક ફેરબદલ : ૩૭ આઈપીએસની બદલી

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 IPS અધિકારીઓની સામુહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા નિલિર્પ્ત રાયને રાજકોટ રેન્જ IG તરીકે નવી જવાબદારી સોંપાઈ છે, જ્યારે CBIનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG અને ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે જ લાંબા સમયથી વેઇટિંગમાં રહેલા સિનિયર IPS શમશેર સિંઘને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્તિ આપી નિવૃત્તિ પૂર્વે મહત્વનું પોસ્ટિંગ અપાયું છે. અમદાવાદમાં પણ ઝોન-૮ની નવી રચના સાથે ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં મોટા ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
કેન્દ્રીય તપાસ એજન્સી CBIમાં લગભગ પાંચ વર્ષની લાંબી ડેપ્યુટેશન સેવા પૂર્ણ કરી ગુજરાત કેડરમાં પરત ફરેલા IPS અધિકારી રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ હાલમાં સુરત ખાતે જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) તરીકે ફરજ બજાવી રહ્યા હતા.