ઉના તાલુકાના સિમર ગામે સગા બનેવીને સાળા અને અન્ય ત્રણ લોકોએ લોખંડના પાઇપથી આડેધડ માર મારી ગંભીર ઈજાઓ કરી

ઉના તાલુકાના સિમર ગામે સગા બનેવીને સાળા અને અન્ય ત્રણ લોકોએ લોખંડના પાઇપથી આડેધડ માર મારી ગંભીર ઈજાઓ કરી

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૬
ઉના તાલુકાના સિમર ગામે રહેતા અરૂણભાઈ રાણાભાઈ સિસારા(ઉ.વ.૫૦)ને તેમની રેખાબેન પત્ની વચ્ચે અવારનવાર ઝગડો થતો હતો. અરૂણભાઈ પોતાની મોટર સાયકલ ઉપર વાડી એ જતા હતા ત્યારે સિમર ગામે બાબલા બાપુ આશ્રમ પાસે પહોંચેલ ત્યાર એક મોટર કાર બેન સાથે ઝગડો બાબતનું વેર રાખી તેમના સગા શાળા નરસિંહભાઈ ચકુરભાઈ બલદાણીયા રે. મૂળ ધોકડવા તા. ગીર ગઢડા હાલ સુરત અને સંજય નરસિંહભાઈ નકુમ રે. કડિયાળી તા. જાફરાબાદ હાલ સુરત અને અન્ય બે અજાણ્યા શખ્સો મોટર કારમાં સિમર ગામે ગત તા.૨૪-૨-૨૬ના સવારે આવી અરૂણભાઈ સાથે ઝઘડો કરી મારી બેન રેખા સાથે કેમ ઝઘડો કરેલ તેમ કહી ભુંડી ગાળો આપી ઢીકાપાટુંનો માર માર તેમની પાસે રહેલ લોખંડનો પાઇપથી હુમલો કરી પગમાં ઘૂંટીમાં જમણા પગમાં આડેધડ માર મારી ફેક્ચર કરી ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા અને અરૂણભાઈને ઉના હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમણે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીની સૂચનાથી નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ જેબલિયા, પી એસઆઈ એમ.એ. રાઠોડ, પી.પી. બાંભણિયા અને જીતેશભાઈ અરજણભાઈ અને દિનેશભાઈ કાનાભાઈને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સથી બાતમી મળી હતી કે આરોપીઓ ધોકડવા બેડીયા જતા રોડ ઉપર આવેલ એક વાડીમાં છુપાયેલા હોય તુરંત સ્થળ ઉપર જઈ આરોપી નરસિંહભાઈ ચકુરભાઈ બલદાણીયા, સંજય નરસિંહભાઈ નકુમ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર વયનો કિશોરને પકડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશન લાવી બેની ધરપકડ કરી અને ત્રીજા સગીર આરોપીને જુનેવેઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.