ગીર ગઢડાના વડવીયાળા ગામે ચાલુ ટ્રેકટરમાંથી પડી જતા ચાલકનું મોત

ગીર ગઢડાના વડવીયાળા ગામે ચાલુ ટ્રેકટરમાંથી પડી જતા ચાલકનું મોત

(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.ર૩
ગીર ગઢડા તાલુકાના ઉટવાયા ગામના ટ્રેક્ટર ચાલક સંદીપ ભાઈ હરેશ ભાઈ મકવાણા પોતાના કબજા વાળું ટ્રેક્ટર નંબર GJ 32 A A 8646 ટ્રોલી સાથે આજે સવારે ખિલાવડ ગામ થી માટી ભરી ને આવતો હતો ત્યારે વડવિયાળા ગામ પાસે રોડ વચ્ચે એક પથ્થર સાથે ટ્રેક્ટર અથડાતા જોરદાર ઝટકો લાગેલ અને સ્ટેરીંગ સીટ ઉપર થી ઉછળી રોડ ઉપર પટકાતા પાછળની ટ્રોલીના વિહિલ નીચે આવી ચીપાઇ જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. લોકોને જાણ થતા લોકો ઘટના સ્થળે ટોળે ટોળા આવી ગયા હતા અને ગીર ગઢડા પોલિસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને મૃતકને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે.