જૂનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીને જીલ્લાનાં સહપ્રભારી કોણ છે તેની પણ ખબર નથી ...!! નામમાં ભાંગરો વટાયો

જૂનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીને જીલ્લાનાં સહપ્રભારી કોણ છે તેની પણ ખબર નથી ...!! નામમાં ભાંગરો વટાયો

જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢ જીલ્લા પંચાયતનાં પ્રમુખ લીનાબેન કાવાણીને સહપ્રભારી મંત્રીનું નામ નહી આવડતા ભારે છબરડો વાળ્યો હતો જેને લઈને ભારે ચર્ચાઓ ઉઠવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં શશીકુંજ પ્રાદેશીક તાલીમ કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનાં નવનિયુકત પદાધિકારીઓ અને સભ્યો માટે જીલ્લા કક્ષાએ એક દિવસ માટેનો ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જીલ્લાનાં પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જામંત્રી અને સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહયા હતા. આ તકે જીલ્લા પંચાયતનાં પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણી સ્ટેજ ઉપર આવ્યા હતા અને પોતાનું વકતવ્ય વાંચી-વાંચીને આપવાનું શરૂ કર્યુ હતું. આ દરમ્યાન જ પોતાના સંબોધનની શરૂઆતમાં સહપ્રભારી મંત્રીનાં નામનાં ભાંગરો વાટયો હતો. જીલ્લાનાં સહપ્રભારી મંત્રી કોણ છે તેની ખબર ન હોય તેમ કૌશિકભાઈને બદલે કિશોરભાઈ બોલીને તેવું સંબોધન કરતા ભારે ચર્ચા સાથે ટીકાઓ થઈ રહી છે.