ધર્મસ્થાનો પર જૈન સમાજ દ્વારા થતા આક્રમણ વિરૂધ્ધ સનાતનીઓમાં ભારે રોષ ગીરનાર બચાવો અભિયાનનો શંખનાદ : જૂનાગઢમાં આજે મહારેલી
રેલીમાં જાેડાઈ ન શકનાર ગીરનાર પ્રેમી ભાઈ-બહેનો, વૃધ્ધ માતા-પિતા, બાળકો, સનાતનીઓને સંધ્યા ટાણે હનુમાન ચાલીસાનું પઠન કરવા આહવાન
જૂનાગઢ તા. ર૩
છેલ્લા કેટલાક દિવસો થયા જૂનાગઢ અને ગીરનાર ક્ષેત્રનાં સંતો, સનાતનીઓ અને ધર્મપ્રેમી જનતા દ્વારા ગીરનાર બચાવો અભિયાન જાેરશોરથી ચાલી રહયું છે. પવિત્ર યાત્રાધામ ગરવા ગીરનાર ઉપર આવેલા ધર્મસ્થાનોમાં જૈન સમાજ દ્વારા આક્રમણની કથિત ઘટનાઓને પગલે સનાતનીઓમાં તીવ્ર આક્રોષ ફેલાયો છે. અને તેનો પડઘો સોશ્યલ મિડીયામાં જાેવા મળી રહયો છે. એટલું જ નહીં સોશ્યલ મિડીયાના માધ્યમથી તેનો જાેરશોરથી વિરોધ અને આજે યોજાનારી ગીરનાર બચાવો મહારેલીમાં સૌ સનાતનીપ્રેમીઓને ઉમટી પડવા હાકલ કરવામાં આવેલી છે. અને જેના પરીણામે આજે જૂનાગઢ ખાતે બપોરના ૪.૩૦ કલાકે ઝાંસીની રાણીની પ્રતિમા હવેલીવાડી નજીકથી યોજાનારી મહારેલીમાં સંતો, મહંતો, સામાજીક સંસ્થાનાં આગેવાનો, ધર્મપ્રેમી જનતા અને સર્વે સનાતનીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. સંતોનાં આર્શિવાદ, ઉદબોધન અને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે જશે અને જયાં ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત ગીરનારનાં સંરક્ષણ માટેની માંગ સાથેની રજુઆત માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવશે. આજે જૂનાગઢનાં આંગણે ગીરનાર બચાવ અભિયાન અંતર્ગત શંખનાદ ફુંકાઈ રહયો છે ત્યારે સંબંધીત તમામની મીટ તેના પર રહેલી છે.

જૂનાગઢ અને ગીરનાર ક્ષેત્રનાં સંતો, સનાતનીઓ અને ધર્મપ્રેમી જનતાને આંચકો લાગે તેવી ઘટના તાજેતરમાં જ ખુલવા પામેલ હતી. ગીરનારની પાછળની સીડી પર શેષાવન નજીક ૧૯૭૯માં કલેકટર દ્વારા શ્વેતાંબર તપગચ્છ મૂર્તિ પૂજક જૈન સંઘને ૯૯ વર્ષનાં ભાડે જમીન ફાળવી હતી. અને જે જમીન ફાળવવામાં મોટુ કૌભાંડ થયાની અને રેકર્ડ સાથે ચેડા થયાની આશંકાનાં પગલે જૂનાગઢમાં ગીરનાર બચાવો અભિયાન શરૂ થયુ છે. આ ઉપરાંત ગીરનાર પર્વતની જમીન ઉપર પેશકદમી સહીતનાં બાંધકામનાં મુદાઓને લઈને ભારે વિરોધનો શૂર ઉઠવા પામેલ છે. અને આ સાથે જ ગીરનાર બચાવો અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત આજે સાંજે ૪.૩૦ કલાકે મહારેલી યોજવામાં આવશે. આ મહારેલીમાં સનાતનીઓને વરીષ્ઠ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે. આ મહારેલી ઉપર સંબંધીત તમામનું ધ્યાન કેન્દ્રીત થયું છે. દરમ્યાન ૩૩ કરોડ દેવતા જયાં બીરાજમાન છે તેવા ગરવા ગઢ ગીરનારને જૈન સંપ્રદાયનાં આક્રમણથી બચાવવા માટેનાં અભિયાનનાં ભાગરૂપે આજે યોજાનારી રેલીમાં હાજર ન રહી શકે તેવા વૃધ્ધો, અશકત માણસો અને વયોવૃધ્ધ માતા-પિતા તેમજ બાળકોને એક આહવાન કરાયું છે. જેમાં વૃધ્ધ અશકત લોકો પોતાનાં સ્થાન ઉપર ઘરે અથવા આશ્રમે મંદિરમાં રહી અને રેલી નીકળવાની છે ત્યારે હનુમાન ચાલીસાનાં સતત પાઠનું પઠન કરે તેમજ તમામ ગીરનારપ્રેમી સનાતનપ્રેમીઓ સંધ્યા ટાણે હનુમાન ચાલીસાનું જ્ઞાન કરે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.
જૂનાગઢમાં ગીરનાર બચાવો રેલીનાં સમયેજ જૈન સમુદાય દ્વારા ભાવઅનુષ્ઠા કરાશે
જૂનાગઢ તા. ર૩
જૂનાગઢ ખાતે આજે ગીરનાર બચાવો અભિયાન અંતર્ગત મહારેલીનો કાર્યક્રમ સંતો અને સનાતનીઓની ઉપસ્થિતિમાં બપોરે ૪.૩૦ કલાકે યોજવામાં આવી રહયો છે. બરાબર આ રેલીનાં સમયે જ જૈન શાસન દ્વારા ભાવઅનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભગવાન નેમીનાથની નિર્વાણ ભૂમિ અને પવિત્ર સતશાવનની રક્ષા કાજે જૈન સમુદાય દ્વારા ભાવઅનુષ્ઠાનની જાહેરાત કરવામાં આવી છે. જૈન ભાવિકોને સામુહિક આયમબીલ, તપ, સામુહીક સામૈયા કરવા અને જાે તપ ન થઈ શકે તો રેલીનાં સમયે બપોરે ૪ થી પ દરમ્યાન સામુહીક સામાયીક અને પ્રભુજાપ કરવાની હાકલ કરાઈ છે.


