સત્યમ સેવા યુવક મંડળ તથા પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બિલ્ડીંગ નિર્માણ માટે ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ, તા.18
જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 42 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તા. 15/05/2026ના રોજ સંસ્થાને ગાંધીગ્રામ મુકામે દાતા ભારતીબેન દેવાણી દ્વારા 500 વારનો પ્લોટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૂનાગઢના ઉદ્યોગપતિ નટુભાઈ ચોક્સી તથા સુધીરભાઈ ડાભીના હસ્તે ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્લોટ ખાતે અંધ માતાઓ તેમજ અંધ દીકરીઓના રહેણાંક માટે ત્રણ માળનું ભવ્ય બિલ્ડીંગ નિર્માણ થનાર છે. કાર્યક્રમ ઈવનગર સ્પોર્ટ્સ સંકુલ, ગાંધીગ્રામ ગીરી વિહાર સોસાયટી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં સુશીલાબેન શાહ, દયાબેન માણેક, પુષ્પાબેન પરમાર, કે.બી. સંઘવી “વન મેન આર્મી”, અમુદાનભાઈ ગઢવી, જતીનભાઈ નાણાવટી, આધ્યાબેન મજમુદાર, પલ્લવીબેન ઠાકર, જયશ્રીબેન વેકરીયા, ભારતીબેન ઠાકોર, નાગભાઈ વાળા, જયાબેન પરમાર, રવિભાઈ શાસ્ત્રી, યતિનભાઈ કારીયા, વર્ષાબેન બોરિચાગર, રાજુલભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વહેલી તકે ભવનનું નિર્માણ પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાજા, મુકેશગીરી મેઘનાથી, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેશ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, દેવીદાસભાઈ નેણસાણી, પ્રવીણભાઈ જાેશી, સરોજબેન જાેશી, ચંપકભાઈ જેઠવા, કે.કે. ગોસાઈ, મનહરસિંહ ઝાલા, પ્રજ્ઞેશભાઈ વાજા સહિતના કાર્યકરો તેમજ અંધ દીકરીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



