નાની ભૂલોને કારણે વેપારીઓના જીએસટી નંબર રદ નહીં થાય

નાની ભૂલોને કારણે વેપારીઓના જીએસટી નંબર રદ નહીં થાય

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૦
વેપારીએ જીએસટી રિટર્ન ભરવામાં અથવા તો આઈટીસી લેવામાં ભૂલ કરી હોય તો વેપારીને નોટિસ આપી તેઓના નંબર રદ કરી દેવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હતી. જોકે તેના લીધે વેપારીઓએ ભારે પરેશાની વેઠવાનો વારો આવતો હતો. પરંતુ કેન્દ્ર સરકારે વેપારીઓ દ્વારા કરવામાં આવતી નાની નાની ભૂલોને કારણે જીએસટી નંબર રદ નહીં કરવાનો ર્નિણય કર્યો છે. આ કારણોસર વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે. સાથે સાથે વેપારીઓના નંબર રદ કરવા માટે અધિકારીઓ દ્વારા જે દાદાગીરી કરવામાં આવતી હતી તેનો પણ અંત આવવાની શક્યતા જાણકારોએ વ્યકત કરી છે.